દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

સાઉથ કોરિયાની રાજધાનીમાંથી અમેરિકાએ સૈન્ય હટાવ્યુ

અમેરિકાએ આજે શુક્રવારે 70 વર્ષ બાદ સાઉથ કોરિયાની રાજધાનીમાંથી પોતાનું સૈન્ય હટાવી લીધુ છે. સૈન્યને હટાવ્યા બાદ સાઉથ કોરિયાની રાજધાનીમાં સિયોલમાં નવું હેડક્વાર્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જે ઉતર કોરિયાની બોર્ડરથી દૂર બનાવવામાં આવ્યુ છે.અત્રે  ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં થયેલી ડોનાલ્ડ ટ્ર્મ્પ અને કિમ જોંગ ઉનની સમિટ દરમિયાન મિલિટરી હટાવવાની જાહેરાત કરાઈ હતી.

(12:22 am IST)