દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

૧૫ વર્ષની છોકરીએ વરસાદના પાણીમાંથી વીજળી બનાવી

તેણે એવું ડિવાઈસ તૈયાર કર્યુ છે જે વહેતા પાણીને વીજળીમાં ફેરવી દે છે

લંડન, તા. ૨૯ :. અઝરબૈજાનની રાજધાની બાકુમાં નવમા ધોરણમાં ભણતી રેહાન જમાલોવા નામની ટીનેજરે અનોખું કારનામુ કરી બતાવ્‍યું છે. તેણે બહેનપણીઓની મદદથી વરસાદના પાણીમાંથી વીજળી બનાવવામાં સફળતા હાંસલ કરી છે. તેણે એવું ડિવાઈસ તૈયાર કર્યુ છે જે વહેતા પાણીને વીજળીમાં ફેરવી દે છે. તેની આ ઉપલબ્‍ધિ માટે અમેરિકન પ્રેસિડન્‍ટ ડોનલ્‍ડ ટ્રમ્‍પની દીકરી ઈવાન્‍કા પણ આ છોકરીને સન્‍માનિત કરી ચૂકી છે. રેહાનનું કહેવું છે કે તેણે બનાવેલું મોડલ નાનુ છે, પરંતુ અને મોટું મોડલ તૈયાર કરી શકાય એમ છે. તેણે શરૂઆતમાં બાલદીમાંથી રેડાતા પાણીથી પ્રયોગ કર્યો હતો. તેનું કહેવું છે કે આ ડિવાઈસ એવા દેશોમાં બહુ કામ આવી શકે છે જ્‍યાં ખૂબ વરસાદ પડતો હોય અને વીજળીની કમી હોય. જે દેશોમાં જળાશયો અને ડેમની સંખ્‍યા ઓછી છે ત્‍યાં વરસાદનું પાણી વહીને વ્‍યર્થ જતું રહે છે એ દેશો પણ આ મોડલ વાપરીને વીજળી તૈયાર કરી શકે છે

(9:56 am IST)