દેશ-વિદેશ
News of Monday, 29th May 2023

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવમાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રવિવારની રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તર શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે મેલબોર્નમાં 3.8ની તિવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો અને 120 વર્ષના ઈતિહાસમાં અનુભવાયેલો ભૂકંપનો આ બીજા ક્રમનો સૌથી તિવ્ર આંચકો હતો. 22000થી વધારે લોકોએ ભૂકંપની જાણકારી મેળવવા માટે સબંધિત એજન્સીનો સંપર્ક સાધ્યો હતો. ભૂકંપના આંચકા પાંચ થી દસ સેકન્ડ સુધી અનુભવાયા હતા. ઓસ્ટ્રેલિયાના ટાપુ રાજ્ય હોબાર્ટમાં પણ લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપનો અનુભવત કરતા વિડિયો પણ આ દરમિયાન લોકોએ વાયરલ કર્યા હતા. આ પહેલા 2021માં મેલબોર્ન શહેર જે રાજ્યમા આવેલુ છે તે વિકટોરિયા રાજ્યમાં 5.9 ની તિવ્રતા ધરાવતો ભૂકંપ અનુભવાયો હતો. રવિવારે રાત્રે લોકોએ ધરતી હલતી હોવાનો અનુભવ કર્યા બાદ સોમવારે સવારે પોતાના મકાનો તેમજ ઓફિસો અને દુકાનો ચેક કરી હતી. જોકે મેલબોર્નના બાંધકામના નિયમો પ્રમાણે 6.5 થી 7 સુધીની તિવ્રતાના ભૂકંપ સામે ટકી શકે તેટલુ મજબૂત બાંધકામ ફરજિયાત છે. રાજ્ય સરકાર દ્વારા ઈમારતોમાં તિરાડો પડી છે કે નહી તે ચેક કરવા માટે એક વિશેષ ટીમને મોકલવામાં આવી રહી છે. દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં પણ ભૂકંપના ઝાટકા લાગ્યા હતા અને તેમાં ત્રણ બાળકો ઘાયલ થયા હતા. રવિવારની સવારે 10 વાગ્યે આવેલા ભૂકંપમાં કેટલીક જગ્યાએ 6 રિકટર સ્કેલ સુધીની તિવ્રતાવાળા ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર હતુ. 

 

(6:51 pm IST)