દેશ-વિદેશ
News of Friday, 29th May 2020

ઓએમજી.....આ શ્વાનની નાકની લંબાઈ જાણીને સહુ કોઈને થશે અચરજ

નવી દિલ્હી: અમેરિકામાં વર્જીનિયાના રાજ્યમાં 2 વર્ષના શ્વાને દરેકનું ધ્યાન ખેચ્યું છે કેમ કે આ કોઈ સામાન્ય ડોગી જેવું લાગતું નથી. તેનું નાક 12.2 ઇંચનું છે. હાલમાં જ માલિકે તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો છે અને ઇન્ટરનેટ પરના ફોટોને લીધે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ શ્વાનનું નામ 'એરિસ' છે. તે બોર્ઝોઈ પ્રજાતિનું ફિમેલ ડોગી છે. રિચમંડ શહેરમાં રહેતી 27 વર્ષીય લીલી કેમબુરિયને જુલાઈ, 2018માં એરિસને દત્તક લીધું હતું જ્યારે ડોગીને દત્તક લેવા ગયા ત્યારે અમારું ધ્યાન ત્રણ મહિનાના ગલુડિયાએ ખેચ્યું હતું, તે બધા કરતાં અલગ દેખાતું હતું. તેણે અમને જોયા તેવું તરત મારા પાર્ટનરના ખોળામાં આવીને બેસી ગયું અને અમે તેને જ દત્તક લેવાનું નક્કી કર્યું. અમને તેના નાકથી કોઈ પ્રોબ્લેમ નથી. મને લાગે છે કે, એરિસ જેટલું લાંબું નાક દુનિયાના કોઈ શ્વાનનું નથી. અમે વર્લ્ડ રેકોર્ડ માટે વિચારી રહ્યા છે.

(6:20 pm IST)