દેશ-વિદેશ
News of Friday, 29th May 2020

પાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી 3 કરોડની વિદેશી ચલણી નોટો મળી આવી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ગયા સપ્તાહે લાહોરથી કરાચી જઈ રહેલુ વિમાન કરાચી એરપોર્ટ નજીક માનવ વસાહતમાં તુટી પડ્યુ હતુ. આ વિમાનના કાટમાળમાંથી 3 કરોડ રુપિયાની વિદેશી ચલણી નોટો મળી આવી છે.આ સબંધમાં હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આટલી મોટી રકમ એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓની તપાસમાં કેમ ધ્યાનમાં ના આવી તે પણ એક સવાલ છે.

                 હાલમાં આ દુર્ઘટનામા માર્યા ગયેલા લોકોના શબોની અને સામાનની ઓળખ ચાલી રહી છે અને આ દરમિયાન બે થેલામાં આ ચલણીનોટો મળી આવી હતી. કરાચી નજીક થયેલી આ વિમાની દુર્ઘટનામાં વિમાનના ક્રુ મેમ્બર સહિત 97 લોકોના મોત થયા હતા.જે પાકિસ્તાનના ઈતિહાસની સૌથી મોટી વિમાની દુર્ઘટનાઓ પૈકીની એક હતી.અત્યાર સુધીમાં 47 મૃતદેહોની ઓળખ થઈ ચુકી છે.

(6:19 pm IST)