દેશ-વિદેશ
News of Friday, 29th May 2020

અમેરિકાના મિનિયપોલીસમાં અશ્વેતના મૃત્યુ બાદ હિંસા ભડકી ઉઠી

નવી દિલ્હી: અમેરિકાના મિનિયાપોલિસમાં એક અશ્વેતના મોત બાદ હિંસા ભડકી ઉઠી છે. હવે સરકારે ત્યાં યુએસ નેશનલ નેશનલ ગાર્ડ તહેનાત કરી દીધા છે. સોમવારે 46 વર્ષ અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયર્ડની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં તેનું મોત થઈ ગયું હતું. તેનો વીડિયો વાયરલ થયા બાદ મિનિયાપોલિસમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા અને હિંસા ભડકી ઉઠી હતી.

               રિપોર્ટ્સ મુજબ, પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી અને કારને આગચંપી કરી હતી. બુધવારે પોલીસે હિંસાને કાબૂ કરવા માટે ટિયર ગેસ પણ છોડ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ દુકાનો લૂટફાટ પણ કરી હતી મિનિયાપોલિસ સિવાય શિકાગો, લોસ એન્જેલિસ અને મેમ્ફિસ પણ વિરોધ પ્રદર્શન થયા છે.

(6:17 pm IST)