દેશ-વિદેશ
News of Friday, 29th May 2020

કોરોનાની મહામારી વચ્ચે અમેરિકાએ સુધી મોટા યુદ્ધાભ્યાસ માટે કરી રહ્યું છે તૈયારી

નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે ચીન સામે આક્રમક તેવર બતાવનાર અમેરિકાએ દુનિયાનો સૌથી મોટો યુધ્ધાભ્યાસ માટે તૈયારી કરી છે. દરિયામાં થનારી આ કવાયત માટે અમેરિકાએ ભારત સહિત દુનિયાની 25 નૌસેનાઓને નિમંત્રણ આપ્યુ છે અને મહત્વની વાત એ છે કે, આ દેશોની યાદીમાંથી અમેરિકાએ ચીનને બાકાત રાખ્યુ છે.

     17 થી 31 મે દરમિયાન થનારા યુધ્ધાભ્યાસમાં સામેલ દેશોની નૌસેનાઓ પરસ્પર સહયોગ અને તાલમેલના નવા પાઠ શીખશે.આ વખતે આ યુધ્ધાભ્યાસ માત્ર દરિયામાં થશે.સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે નૌસેનાના અધિકારીઓ અને સૈનિકો એક બીજાને મળવાનુ ટાળશે.

(6:15 pm IST)