દેશ-વિદેશ
News of Friday, 29th May 2020

અમેરિકામાં આ 103 વર્ષીય દાદીએ હરાવ્યો કોરોનાને:બિયર પી ને મનાવી ખુશી

નવી દિલ્હી: કોરોના વાયરસથી સૌથી વધુ ખરાબ સ્થિતિ અમેરિકામાં છે. તેની વચ્ચે 103 વર્ષના દાદીએ કોરોનાને મ્હાત આપી છે. અમેરિકાના મૈસાચ્યુસેટ્સમાં રહેતા આ જેનીએ કોરોનાને હરાવવાની ખુશી બીયર પીને મનાવી હતી.

જેનીની પૌત્રી શેલી ગનના જણાવ્યા પ્રમાણે, તેમની દાદીનો તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. શૈલીએ જણાવ્યું કે દાદીઓ પોતાની હિમ્મત અને ઈચ્છાશક્તિના દમ પર કોરોના વાયરસને માત આપી છે. તેના બાદ હોસ્પિટલના કર્મચારીઓએ તેમને બિયર પીવડાવીને ખુશીને સેલિબ્રેટ કર્યું.

(6:15 pm IST)