દેશ-વિદેશ
News of Thursday, 29th April 2021

કોરોના કાબુમાં આવી ગયા હોવા છતાં પણ તુર્કીમાં લોકડાઉન કરવાની નોબત આવી હોવાની માહિતી

નવી દિલ્હી: તુર્કીમાં લૉકડાઉનની જાહેરાતો બાદ લોકોથી ઊભરાયેલું બજાર રસ્તાઓ પર લોકોની ભીડ છે, ટ્રાફિક છે અને દુકાનો પર ગ્રાહકોથી ઊભરાઈ રહી હતી. મોટી સંખ્યામાં લોકો ઇસ્તંબૂલમાંથી બહાર જવ માટે મુખ્ય બસ-ટર્મિનલ તરફ જઈ રહ્યા હતા, તો કેટલાક લોકો 'દારૂબંધી'ના સમાચાર બાદ દારૂનો સંગ્રહ કરવા બજારમાં આવી પહોંચ્યા હતા. તુર્કીમાં ગુરુવારથી લદાયેલા લૉકડાઉન પહેલાં કંઈક આવો માહોલ હતો. કોરોના મહામારી દરમિયાન વધી રહેલા સંક્રમણને નાથવા અહીં પહેલી વખત લૉકડાઉન લાદવામાં આવ્યું છે. ગયા વર્ષે સમયે જ્યારે ઘણા બધા દેશો લૉકડાઉન લાદી રહ્યા હતા, ત્યારે તુર્કીમાં કોરોનાને નાથવા માટે લેવાયેલાં પગલાં બાદ સ્થિતિ ઘણી સારી હતી અને બદલ WHO વખાણ પણ કર્યાં હતાં. તંત્રનું કહેવું છે કે મહામારી અહીં કાબૂમાં છે અને તેની માટે તેઓ દેશની આરોગ્યવ્યવસ્થાને કારણભૂત માને છે. જોકે બધા વચ્ચે સંક્રમણના કેસોમાં જોવા મળેલો ઉછાળો ચિંતાજનક છે. નવેમ્બરમાં પ્રતિબંધઓ લદાયા બાદ ફેબ્રુઆરીના મધ્યમાં એક તબક્કે કોરોનાના દૈનિક કેસોનો આંક હજારની આસપાસ આવી ગયો હતો. સરકારે જેમ-જેમ માર્ચ મહિનામાં પ્રતિબંધો હઠાવવાની શરૂઆત કરી એમ-એમ તુર્કીમાં કોરોનાની નવી લહેર ઊઠવા લાગી. અંગે સત્તાધારી પક્ષ પણ ટીકાઓનો સામનો કરી રહ્યા છે, માર્ચ મહિનામાં જ્યારે સામાજિક મેળાવડા, વિરોધપ્રદર્શનો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ હતા ત્યારે રાષ્ટ્રપતિ આર્દોઆનની પાર્ટી દ્વારા કૉંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે નવા વૅરિયન્ટ્સ અને ખાસ કરીને યુકેના સ્ટ્રેનના કારણે સંક્રમણ વધ્યું છે. ગયા વર્ષે તુર્કીમાં વિદેશી મુસાફરોની સંખ્યામાં 70 ટકાનો ઘટાળો નોંધાયો હતો. પ્રવાસન સાથે સંકળાયેલાં ક્ષેત્રોના લોકો માને છે કે ઉનાળાની પ્રવાસન સિઝન પહેલાં લદાયેલા લૉકડાઉનથી રાહત રહેશે.

(5:50 pm IST)