દેશ-વિદેશ
News of Thursday, 29th April 2021

મોબાઈલથી જાણી શકાશે હવે જંગલોમાં લાગેલ આગના ધુમાડાની માત્રા

નવી દિલ્હી: મોબાઈલથી હવે જંગલમાં લાગેલી આગમાં ધૂમાડાની માત્રા જાણી શકાશે.મોબાઈલ ફોન સિગ્નલ અને તેની સાથે સંલગ્ન ડેટાનો ઉપયોગ જંગલની આગથી નીકળેલા ધૂમાડાની માત્રાની જાણકારી મેળવવા માટે થઈ શકે છે. જાણકારી મોનાશ વિશ્વ વિદ્યાલયના નેતૃત્વમાં કરવામાં આવેલ એક સંશોધનમાંથી મળી છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટેકનીક વર્તમાનમાં કામ માટે ઉપયોગ થનારી ટેકનીકો જેમકે રિમોટ સેન્સીંગ ઉપગ્રહોની મદદ લઈ શકે છે. તેની મદદથી આગ અસરગ્રસ્ત ક્ષેત્રમાં રહેનારા લોકોને પ્રારંભીક ચેતવણી મોકલી શકાય છે. જેથી તેમને ધૂમાડાની હાનીકારક અસરથી બચાવી શકાય છે.

(5:50 pm IST)