ફારસની ખાડીમાં ઈરાનની સેના અમેરિકન યુદ્ધ જહાજોની સામે આવ્યા
નવી દિલ્હી: ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધ જહાજની પાસે આવી ગયા તો અમેરિકન યુદ્ધ જહાજમાંથી ગોળીબાર કરી અમેરિકન સૈનિકોએ ઇરાનને ચેતવણી આપી હતી. જો કે ઇરાન દ્વારા આ ઘટના અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના અંગેની વીડિયો ફૂટેજ સામે આવી છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાય છે.
કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે ત્યારે પશયન ગલ્ફ સીમાં ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે. અહીંયા મોજૂદ અ્મેરિકાના એક યુધ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુધ્ધ જહાજ પર ફાયરિંગ કર્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી વિગતો દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે ઈરાનનુ જહાજ અમેરિકન નેવીના યુધ્ધ જહાજની નજીક આવી ગયુ હતુ.