દેશ-વિદેશ
News of Tuesday, 29th January 2019

આ છે કોબી નહિ 'કોબો' : કિંમત મળી રૂ. ૭૦,૦૦૦

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક ૯ વર્ષની બાળકીને સૌથી મોટી કોબીજ ઉગાડવા માટે સન્માનિત કરવામાં આવી. પિટ્સબર્ગના પીપલ્સ એલિમેન્ટ્રી સ્કૂલમાં ચોથા ગ્રેડમાં ભણતી લિલી રીસને આના માટે ૭૦ હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું. લિલીએ નેશનલ બોની પ્લાન્ટ્સ પ્રોગ્રામ અંતર્ગત કોબીજ ઉગાડવાની એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. લિલી દ્વારા આટલી મોટી કોબીજ ઉગાડવાથી તેની માતા પણ દંગ છે. તેની મા મેગન રીસ કહે છે કે, તેમને આશા નહોતી કે, લિલી આવું કરી સકશે પણ કોબીજ સતત વધતી ગઈ. લિલી કહે છે કે, તેણે કોબીજ વધારવા માટે કંઈ ખાસ કર્યું નથી. તેણે છોડને બસ તાપ અને પાણી આપ્યાં છે. જયારે તેને કાપવામાં આવી ત્યારે ખૂબ મોટી થઈ ગઈ હતી. આનાથી એટલું સલાડ તૈયાર થયું કે, તે પૂરું ખાઈ શકાયું પણ નહીં. વધેલું સલાડ યાર્ડમાં પાળતું સસલાઓને ફેંકવામાં આવ્યું. કોબીજ ઉગાડવાની આ સ્પર્ધામાં પેન્સિલવેનિયાના આશરે ૨૩ હજાર બાળકોએ ભાગ લીધો હતો.

 

(3:30 pm IST)