દેશ-વિદેશ
News of Saturday, 28th November 2020

વિડીયો થયો વાયરલ

પાકિસ્તાનમાં નિકાહ પછી વરરાજાને સાસુમાએ AK-47 આપી ગીફટ

કરાચી,તા. ૨૮: લગ્નમાં નવ પરણિત દંપતીને નીતનવી ભેટ મળતી રહે છે. પણ કેટલાક મહેમાનો એટલી ક્રિએટીવ ગ્રીફ્ટ આપે છે કે પૂછો ના વાત. પણ મહેમાનોની વાત જવા દઇએ પણ જો તમારા સાસુ તમને લગ્નના મંડપમાં એકે-૪૭ ગિફ્ટ આપે તો કેવું લાગે? સામાન્ય સંજોગોમાં બિલકુલ અશકય લાગતી આ દ્યટના ખરેખરમાં બની છે પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં આવો અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. જયાં જમાઇને લગ્ન પછી મંડપમાં જ તેની સાસુએ એકે-૪૭ ગિફ્ટ આપી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો પાકિસ્તાનના કરાચીમાં રહેતા આદિલ અહસાન નામના ટ્વિટર યુઝરે દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમણે પોતાના ટ્વિટર બાયોમાં સમા ટીવીના પત્રકાર હોવાનો દાવો કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે લગ્નનો એક સમારંભ છે. અને એક મહિલા વરરાજાનું માથું પ્રેમથી ચૂમે છે. અને પછી તેને ભેટમાં રાઇફલ આપે છે. આ દરમિયાન લગ્નમાં હાજર મહેમાન પણ ચોંકી જાય છે. અને પછી ખુશીના મારે બૂમ પાડે છે. જો કે આ વીડિયો કયાં છે કે સાચો છે કે નહીં તે વાતની પુષ્ટી ન્યૂઝ ૧૮ ઇન્ડિયા નથી કરતું.

વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે જોતા લાગે છે આ બધુ તેમના માટે ગૌરવની વાત છે. અને આ માટે જ તે રેહાન નામના વરરાજાને વારંવાર કેમેરામાં બંદૂક બતાવાનું કહી રહ્યા છે.

આ વીડિયોના યુઝર્સ પાકિસ્તાનનો ગણાવી રહ્યા છે. જો કે લોકોએ આ વીડિયો જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે પાકિસ્તાન હવે સમાપ્ત થઈ ગયું છે, જયારે આખી દુનિયા આગળ વધી રહી છે, ત્યારે પાકિસ્તાનીઓ પછાત છે. તેઓ હજી પ્રથમ મધ્યયુગીન યુગમાં પહોંચ્યા છે, થોડા વર્ષોમાં તેઓ પથ્થર યુગમાં પહોંચશે.'

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન ઇમરાન ખાને અરબી રાજકુમાર ફહદ બિન સુલતાન બિન અબ્દુલ અઝીઝને ગોલ્ડ પ્લેટેડ રાઇફલ અને બુલેટ ભેટમાં આપી હતી. જો કે, તે સ્પષ્ટ નથી થઈ શકયું કે તેમણે ફકત એક દેખાડવા માટે બનાવવામાં આવી હતી કે પછી તે કામ પણ કરતી હતી.

(9:48 am IST)