દેશ-વિદેશ
News of Wednesday, 28th October 2020

ઓએમજી.....ચીનમાં કોરોના વાયરસનો ભોગ બનેલ આ ડોકટરના ચહેરાનો રંગ જ બદલાઈ ગયો

નવી દિલ્હી: ચીનમાં બે ડોક્ટરમાં કોરોના સંક્રમિત થયા પછી અજીબ લક્ષણો જોવા મળ્યા હતા. તેમના લીવર સાવ ખરાબ થઈ ગયા હતા અને શરીરનો રંગ પણ કાળો પડી ગયો હતો. ડોક્ટર્સમાંથી એક ડોક્ટર હૂ વેઇફેંગનું મોત થયું હતું. જોકે રાહતની વાત છે કે બીજા ડોક્ટર યી ફેન (Yi Fan)હવે સ્વસ્થ થઈ ગયા છે અને તેમના શરીરનો રંગ પણ પહેલા જેવો સામાન્ય થઈ ગયો છે. ડોક્ટર્સ ઘણા મહિના પછી સાર્વજનિક રૂપથી સામે આવ્યા છે.

            40 વર્ષીય ડોક્ટર યી ફેન અને ડોક્ટર હૂ વેઇફેંગના શરીરનો રંગ અસામાન્ય રૂપથી કાળો પડી ગયો હતો. બંને વુહાનની હોસ્પિટલમાં કોરોના પીડિતોની સારવાર કરી રહ્યા હતા અને ત્યાં તે સંક્રમિત થયા હતાબંને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સ્વસ્થ થયા પછી બંનેએ આંખો ખોલી તો પોતાને ઓળખી શક્યા હતા.

(5:49 pm IST)