દેશ-વિદેશ
News of Wednesday, 28th October 2020

શિકાગોમાં મહિલાને માસ્ક પહેરવાનું કહેનાર સ્ટોરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો

નવી દિલ્હી:વેસ્ટ સાઈડ શિકાગો સ્ટોરના સિક્યોરિટી ગાર્ડ પર 27 વાર ચાકુથી હુમલો કરવાનો આરોપ બે બહેનો પર લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિક્યોરિટી ગાર્ડે તેને ફેસ માસ્ક પહેરવાનું કહેતા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો આદેશ આપતા હુમલો કરવામાં આવ્યો હતો.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 21 વર્ષીય જેસિકા હિલ અને 18 વર્ષીય જયલા હીલે રવિવારના રોજ સિક્યોરિટી ગાર્ડે તેને માસ્ક પહેરવાનું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું કહેતા તેમને ગાર્ડ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો.

(5:48 pm IST)