દેશ-વિદેશ
News of Wednesday, 28th October 2020

ઓએમજી....કારમાં ખરાબી આવી જતા આ શખ્સે મર્સીડીઝ સળગાવી દીધી

નવી દિલ્હી:માનવી ને ગુસ્સો આવે છે ત્યારે નાની મોટી કોઈ પણ વસ્તુને આમથી તેમ નાખી દે છે અથવાતો તે ફોનને તોડી નાખે છે.આવી એક ઘટના બની છે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક શખ્સની કારમાં કોઈ ખરાબી આવી જતા તેમને પોતાની મર્સીડીઝ કાર સળગાવી દીધી હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. શખ્સે પોતાની કાર માત્ર 15 કિલોમીટર ચલાવી હોવાનું માલુમ પડી રહ્યું છે અને તેમાં ખરાબી આવી જવાના કારણોસર પરેશાન થઈને તેમને કામ ગુસ્સામાં કર્યું હતું.

(5:48 pm IST)