દેશ-વિદેશ
News of Wednesday, 28th October 2020

કોરોના વાયરસના કારણોસર ઇટાલીમાં ફરીથી લોકડાઉન લગાવવાની વાતને લઈને લોકોનો હિંસક દેખાવ શરૂ

નવી દિલ્હી: આખા વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના મહામારીને નિયંત્રિત કરવા અગાઉની જેમ વખતે થોડા પ્રતિબંધ સાથે ઇટાલીએ ફરીથી લોકડાઉન શરૂ કરતાં ઇટાલીના અનેક શહેરોમાં લોકો તેનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.આજે મોટા ભાગના શહેરોમાં રેસ્ટોરન્ટ અને કોફી શોપ બંધ રહ્યા હતા તો સિમેના ગૃહોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. ઉત્તરીય શહેર તુરિનમાં દેખાવકારોએ શાંતિપૂર્ણ દેખાવમાં પલીતો ચાંપી કેટલીક દુકાનોના શટર તોડી પાડયા હતા

              તેમણે ઘુમાડો ઉત્પન્ન કરતાં બોમ્બ ફેંક્યા હતા અને પોલીસ પર બોટલ મારો કર્યો હતો. ક્ષેત્રિય સરકારના વડા મથક પિડેમોન્ટમાં દેખાવકારોએ વધારે તોફાન કર્યા હતા, એમ આજના ટીવી સમાચારોમાં દર્શાવવામાં આવ્યું હતું.એક ફોટોગ્રાફર પર બોટલ ફેંકવામાં આવતા તે ઘાયલ થયો હતોપોલીસે પિઝ્ઝા ડેલ કાસ્ટેલમાંથી દેખાવકારોને ખસેડવા ટીયરગેસ છોડયા હતા. જગ્યાએ થોડા કલાક અગાઉ 300 ટેકસી ચાલકોએ પોતાની ટેકસીઓ એક લાઇનમાં ઊભી કરી તેમને થઇ રહેલા આિર્થક નુકસાન તરફ સત્તાવાળાઓનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

(5:47 pm IST)