દેશ-વિદેશ
News of Wednesday, 28th October 2020

છ લાખથી વધુ મધમાખીઓની ચાદર ઓઢીને બનાવ્યો રેકોર્ડ

બીજીંગ, તા.૨૮: ચીની ભાઈજાન રુઆંગ લિયાંગમિંગે ૨૦૧૬માં શરીર પર ૬ લાખ મધમાખીઓ બેસાડીને લીધેલો વિડિયો હાલમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના ફેસબુક-પેજ પર થ્રો-બેક તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે. રુઆંગ લિયાંગમિંગે શરીર પર ૬,૩૭,૦૦૦ મધમાખીઓ બેસાડીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો હતો. એમાં નર અને માદા મધમાખીઓ ઉપરાંત ખતરનાક મનાતી ૬૦ રાણી મધમાખી પણ હતી. વિડિયો જૂનો હોય કે નવો, એની જાણકારી મેળવવાની કોઈને દરકાર નથી. લોકો આ વિડિયો જોઈને એવા પ્રભાવિત થાય છે કે ઘણાને ચીની ભાઈજાન રુઆંગ લિયાંગમિંગની સ્થિતિ જોઈને ચક્કર આવી જાય છે.

(3:01 pm IST)