દેશ-વિદેશ
News of Monday, 28th September 2020

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ વિશ્વમાં સૌથી વધારે મૃત્યુ થાય છે શ્વાનના કરડવાથી

નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધી જેટલા પણ મોત કોરોનાથી થયા છે તેનાથી વધારે રેબીઝ (હડકવા) થી થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, કૂતરાના કરડવાથી થતો રોગ એટલે હડકવા જેનાથી છેલ્લા 5 વર્ષમાં 1 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો ભારતનો છે. વિશ્વભરમાં હડકવાને લીધે જેટલા પણ મોત થયા છે તેમાંથી 35 ટકા મોત ભારતમાં થયાં છે. આજે વર્લ્ડ રેબીઝ ડે છે. તેને ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરની ડેથ એનિવર્સરીના પ્રસંગે મનાવવામાં આવે છે. લુઈસે હડકવાની રસી શોધી હતી અને દર વર્ષે લોકોને હડકવા પ્રત્યે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

               કૂતરાના કરડવાથી હડકવાના વાઈરસ મનુષ્યમાં પ્રવેશ કરે છે. સંક્રમણ થયા બાદ, તાવ, માથામાં દુખાલો, ઉલ્ટી, મોંમાંથી લાળ નીકળવી જેવા લક્ષણો દેખાય છે. હડકવાના વાઈરસ માત્ર કૂતરા દ્વારા જ નહીં પરંતુ બિલાડી, બકરી, ઘોડાઓ અને ગાયથી પણ ફેલાય છે.

(5:54 pm IST)