લો બોલો!! બહુ ગરમી લાગી તો આ મહિલાએ જાહેર રસ્તા પર ઉતારી દીધા કપડા : ધરપકડ
અમેરિકાનાં ટેન્નૈસેમાં પોલીસે મહિલા સામે અશ્લીલતાનો કેસ નોંધ્યો
અમેરિકાનાં ટેન્નૈસેમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આ ધરપકડ મહિલાનાં નગ્ન અવસ્થામાં હોવાના કારણે થઇ છે. મહિલા વિરુદ્ધ અશ્લીલતાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ટેન્નૈસૈનાં નેશવિલેમાં વ્યસ્ત રસ્તા પર ચાલતી વખતે પોલીસ દ્વારા મહિલાની અટકાયત કરવામાં આવી ત્યારે મહિલાએ કહ્યું કે ગરમી ઘણી વધારે હતી. આવી સ્થિતિમાં તે કપડા વગર ચાલતી હોય છે.
નેશવિલે પોલીસનાં જણાવ્યા મુજબ જ્યારે તેમને એક મહિલા કપડા વગર નગ્ન રસ્તા પર ચાલતી હોવાની બાતમી મળી ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારીઓએ સવાલ કર્યો કે તેઓએ એક પણ કપડુ કેમ પહેર્યું નથી, શું તે ઠીક છે, મહિલાએ શાંત સ્વભાવમાં જવાબ આપ્યો - ગરમી ઘણી વધારે છે, તેથી તેઓએ ઉતારી દીધા. આ સાંભળી પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા.
પોલીસનાં જણાવ્યા અનુસાર 35 વર્ષીય ડેનિસ ડે તેની ટીશર્ટ ઉતારી તેના ખભા પર મૂકીને ફરી રહી હતી. પોલીસે મહિલા સામે અશ્લીલતાનો કેસ નોંધ્યો છે. આ કેસ ઓગષ્ટ મહિનાનો હોવાનુ સામે આવી રહ્યુ છે.