News of Saturday, 28th September 2019
ઇસ્લામિક શાળામાં સાંકળથી બાંધેલ 100 વિદ્યાર્થી મળી આવતા અરેરાટી
નવી દિલ્હી: પોલીસ અધિકારીઓને પાકિસ્તાનમાં એક ઇસ્લામિક શાળામાં બંધક બનાવવામાં આવેલ લોકોમાં 100 વિદ્યાર્થીઓ સાંકળથી બાંધેલ હાલતમાં મળી આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે છોડવામાં આવેલ લોકોમાં સાંકળથી બાંધેલ લોકોમાં 5 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે. આ ઘટના નાઈજિરીયાના કડુની છે જ્યાં લગભગ એક દસકાથી ચાલી રહેલ ઇસ્લામિક શાળામાં 500 લોકોને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવ્યા છે. આ લોકોમાં મોટી સંખ્યામાં નાબાલિક બાળકોને બંધક બનાવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:30 pm IST)