અમેરિકા:ટેક્સાસના એન્ટોનિયો શહેરમાં ટ્રકની અંદરથી લગભગ 46 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો
નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ ખાતે સેન્ટ એન્ટોનિયો શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક ટ્રકની અંદર લગભગ 46 લોકોના મોત થયા છે. સાન એન્ટોનિયો વિસ્તારમાં ટ્રેક્ટર ટ્રેલરની પાછળ ઓછામાં ઓછા 46 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કાયદા અમલીકરણ અધિકારીએ (Law Enforcement Officer) આ હૃદયદ્રાવક ઘટના વિશે માહિતી આપી છે.
અહેવાલ અનુસાર, જે ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યા છે તે શહેરના દક્ષિણ ભાગના બહારના વિસ્તારમાં આવેલી રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યા હતા.અહેવાલ પ્રમાણે, સેન્ટ એન્ટોનિયોમાં બનેલી દુર્ધટનામાં 46 લોકોના મોતની માહિતી મળી છે. આ ઘટનાસ્થળની એક તસવીરમાં સેન્ટ એન્ટોનિયો પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે. આ મામલે સેન્ટ એન્ટોનિયોપોલીસ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.