દેશ-વિદેશ
News of Thursday, 28th June 2018

હવે ન્યૂયોર્કથી લંડન માત્ર 2 કલાકમાં :અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગએ અવાજ કરતા પાંચ ગણી સ્પીડે ઊડનારા વિમાનનું અનાવરણ કર્યું

ન્યુયોર્ક: અમીઈકાની  એરક્રાફ્ટ કંપની બોઈંગે અવાજ કરતા પાંચ ગણી ગતિથી ઉડનારા વિમાનનું અનાવરણ કર્યું છે, જે આશરે 6500 કિમી/કલાકની સ્પીડથી ટ્રાવેલ કરશે અને ઓસ્ટ્રેલિયાથી યુરોપનું અંતર માત્ર પાંચ કલાકમાં પૂરું કરશે. કંપનીનું માનવું છે કે, શોધ મિલિટરી અને કોમર્શિયલ યુઝ માટે મદદગાર સાબિત થઈ શકે છે. નવીન શોધના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં ઘટાડો થઈ શકે છે.

પ્રતિ કલાકે 6500 કિ.મી.ની સ્પીડે એટલેકે અવાજ કરતા પાંચ ગણી સ્પીડથી ઊડનારા વિમાનનું અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગએ અનાવરણ કર્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  નવીન શોધના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં ઘટાડો થઈ શકે છે. પ્લેન દ્વારા ન્યુયોર્કથી લંડન વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. બોઈંગ એરક્રાફ્ટે કૉન્સેપ્ટને એટલાન્ટાની અમેરિકન ઈન્સ્ટીટ્યૂટ ઑફ એરાનોટિક્સ એવિએશન 2018 કોન્ફરન્સમાં ખુલ્લો મૂક્યો હતો. હાઈપરસૉનિક પ્લેન હાલમાં જોવા મળતા કેટલાક બિઝનેસ પ્લેન કરતા મોટું હશે પણ પરંપરાગત સબ-સૉનિક પ્લેન જેટલું મોટું નહીં હોય.

હાઈપરસૉનિક્સના સીનિયર ટેક્નિકલ અધિકારી અને ચીફ સાયન્ટિસ્ટ કેવિન બૉકટ કહ્યુંકે, ‘અમે હાઈપરસૉનિક ટેક્નોલૉજીના પોટેન્શિયલથી ઘણા ખુશ છીએ. આનાથી દુનિયાને અગાઉ ક્યારેય મળેલી ગતિથી કનેક્ટ કરી શકાશે. બોઈંગ છેલ્લા દાયકાથી હાઈપરસોનિક વ્હીકલ્સના નિર્માણ, ડિઝાઈનિંગ, ડેવલપિંગ અને એક્પરિટમેન્ટ સાથે જોડાયેલી છે. આને કારણે અમને ભવિષ્યમાં નવી ટેક્નોલોજી મૂકવા માટે પ્રયત્નો કરવા પ્રેરે છે.’

(12:43 pm IST)