દેશ-વિદેશ
News of Tuesday, 28th May 2019

જાપાનમાં ચાકુથી હુમલામાં બે ના મૃત્યુ: 17 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: જાપાનમાં લોકો પર ચાકુથી કરવામાં આવેલ હુમલામાં  એક બાળક સહીત બે લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 17ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે આ પ્રકારનો હુમલો જાપાન જેવા વિકસિત દેશમાં ખુબજ દુર્લભ છે જ્યાં હિંસક અપરાધ ખુબજ ઓછા થઇ રહ્યા છે. ચાકૂઓથી કરવામાં આવેલ હુમલા વિષે તાત્કાલિકમાં કઈ જાણવામાં આવી રહ્યું નથી પરંતુ બે લોકોના મૃત્યુની આશંકા જણાઈ રહી છે.

(6:15 pm IST)