દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુધ્ધ જહાજ પહોંચ્યા : વૈશ્વિક તનાવ વધવાની શકયતા

વોશિંગ્ટન તા. ૨૮ : અમેરિકાના બે યુદ્ઘ જહાજ દક્ષિણ ચીન સાગરના વિવાદીત સમુદ્રમાં જોવા મળતા વૈશ્વિક તણાવ વધવાની શકયતા જોવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છેકે આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શકયતા છે.

ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ઘ જહાજો જોયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્ત્।ર કોરિયા મામલે ચીનના સહયોગની માંગણી કરી રહ્યું છે, તેવા સમયે જ લેવાયેલું આ પગલું ભડકાવનારૂ કામ કરી શકે છે.

(3:55 pm IST)