દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

મગજ તેજ કરવા માટે કરો આ ઉપાય

આપણું મગજ સતત ૨૪ કલાક કામ કરતુ રહે છે. આપણે નિંદ્રાવસ્થામાં હોય ત્યારે પણ આપણું મગજ ચાલતુ હોય છે. આપણા મગજમાં કેટલીય વસ્તુઓને લઈ અનેક વિચાર ચાલતા હોય છે. આ દોડધામ ભરેલ જીવન અને ખૂબ જ ટેન્શનના કારણે વ્યકિતનું મગજ ધીમે-ધીમે કમજોર થવા લાગે છે.

આપણુ શરીર પંચતત્વોનું બનેલુ છે. તેના કારણે આપણે આજની આ દોડધામભરી જીંદગીમાં યોગનો સહારો લેવો જોઈએ. સવારે એકાગ્ર થઈ મંત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરો. સુખી જીવન જીવવા માટે તમારે તમારા જીવન માટે કંઈક તો કરવુ જ પડશે.

વ્યાયામ કરવા માટે સૌથી પહેલા અવાજ મુકત અને શાંત વાતાવરણ પસંદ કરો. જમીન પર બેસી તમારી આંખો અને કાન બંધ કરો અને ઉંડો શ્વાસ લો. તમારા અંદરના અવાજને સાંભળો.  આ પ્રક્રિયા દરરોજ ૧૦-૨૦ મિનિટ કરવાથી મગજનું ટેન્શન દૂર થઈ જશે. તેનાથી મગજ શાંત રહેશે. યાદશકિત વધારવામાં ખૂબ જ ઉપયોગી છે.

(9:01 am IST)