દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

આ ભૂલના કારણે મેકઅપ કર્યા બાદ પણ ચહેરો નથી ખીલતો

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓ પોતાની સુંદરતા નિખારવા માટે મેકઅપનો સહારો લે છે. પરંતુ, કેટલીક મહિલાઓ ફરીયાદ કરે છે કે મેકઅપ કર્યા બાદ પણ તેનો ચહેરો ખીલતો નથી. તેનું કારણ છે મેકઅપ દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલ કેટલીક ભૂલ હોય શકે છે.

મેકઅપની શરૂઆતમાં સ્કિનને મોશ્ચરાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે એવુ નથી કરતા તો તેનાથી મેકઅપ પ્રોડકટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે, સાથે જ તેનાથી ત્વચા ડલ દેખાય છે.

જ્યારે લિપસ્ટિક પણ તમારા ચહેરા ઉપર પ્રભાવ પાડે છે. લિપસ્ટિકના શેડ હંમેશા તમારા સ્કિન ટોનના આધારે પસંદ કરો. જો તમને લિપસ્ટિકના શેડ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે તો એવા શેડ્સ લો,ઙ્ગ જે દરેક સ્કિન ટોન પર સુંદર લાગે. તમારા સ્કીન ટોનના આધારે નેચરલ શેડ્સમાં ફાઉન્ડેશન ખરીદો. સ્કિન સાથે મેચ ન થાય તેવા ફાઉન્ડેશન ચહેરા પર લગાવવાથી પણ ચહેરો ડલ લાગે છે. કંસીલરને તમારા સ્કિન ટોનથી એક શેડ લાઈટ ખરીદો. સુંદરતાને નિખારવાનો એક નિયમ એ પણ છે કે તમે મેકઅપ પ્રોડકટને એપ્લાય કર્યા બાદ ચહેરાને સરખી રીતે બ્લેન્ડ કરો. જો મેકઅપ પ્રોડકટ સારી રીતે બ્લેન્ડ નથી કરતા તો ચહેરા પર ભપકો લાગે છે.

(1:07 pm IST)