દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

ફાટેલી એડીને નરમ અને મુલાયમ બનાવે છે કપૂર

કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂરની સુગંધથી કીડા-મકોડા પણ દૂર ભાગી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કપૂરના ઉપયોગથી તમે તમારી બ્યૂટી સાથે સંકળાયેલ કેટલીય સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. કપૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓકિસડેન્ટ્સ હોય છે. જે ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

૧. જો તમારી ત્વચા ઉપર વધુ પરસેવો આવવાના કારણે ખંજવાળ આવી રહી હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. એક ગ્લાસ પાણીમાં કપૂરનો એક ટૂકડો નાખી મિકસ કરો. હવે આ પાણીને ખંજવાળવાળી જગ્યાએ લગાવો. દરરોજ એવુ કરવાથી તમને ખંજવાળની સમસ્યાથી છૂટકારો મળશે.

૨. કપૂરના ઉપયોગથી તમે ત્વચા પર થયેલ ઘાના નિશાનને પણ દૂર કરી શકો છો. તેના માટે નારિયેળ તેલમાં થોડુ કપૂર મિકસ કરી ઘાના નિશાન પર લગાવો. એવુ કરવાથી તમારા નિશાન સરળતાથી દૂર થઈ જશે.

૩. ખીલની સમસ્યા દૂર કરવા માટે નિયમિત રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર કપૂરનું તેલ લગાવો. સવારે ઉઠ્યા બાદ તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો. આવુ દરરોજ કરવાથી પિમ્પલ્સની સમસ્યાથી છૂટકારો મળી જશે.

૪. કપૂરના ઉપયોગથી તમે થોડા દિવસોમાં જ ફાટેલી એડીથી છૂટકારો મેળવી શકો છો. તેના માટે એક ટબમાં ગરમ પાણી લો. હવે તેમાં કપૂરનો એક ટૂકડો નાખી અને તેમાં પગ રાખો. ત્યારબાદ તમારા પગ પર મોશ્ચરાઈઝર લગાવી લો. એવુ કરવાથી તમારી ફાટેલી એડી નરમ અને મુલાયમ થઈ જશે.

(12:27 pm IST)