દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

બ્રાઈટ પોપ રંગોમાં અનારકલી

અનારકલી કુર્તિમાં આ વખતે આકર્ષક રંગોની ફેશન

એક સમય એવો હતો જ્યારે અનારકલી કુર્તી ભારે વર્ક સાથે પસંદ કરવામાં આવતી હતી. પરંતુ, હવે તેને બ્રાઈટ પોપ રંગોમાં પસંદ કરવામાં આવે છે. અને તેની સાથે અલગ-અલગ કેટલાય પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. તેને તમે પ્લેન કાપડમાં પહેરી શકો છો અને પ્રિન્ટેડ કાપડમા પણ તે સારી લાગે છે.

ટ્રોપિકલ પ્રિન્ટ

જો તમને પ્લેન અનારકલી પસંદ નથી તો તમે તેને ટ્રોપિકલ પ્રિન્ટ સાથે પહેરો. આ પ્રિન્ટમાં મોટા પાંદડાને હાઈલાઈટ કરવામાં આવે છે. રંગોની પસંદગી તમે મોસમ અને પોતાની પસંદના આધારે કરી શકો છો. તમે તેના પ્રિન્ટમાં નિઓન બ્લુ રંગને હાઈલાઈટ કરી શકો છો. તેની સાથે ચુડીદાર અને ફુટવેરને બ્લુ સાથે મેચ કરાવી શકો છો.

સ્નીકર્સ સાથે

જરૂરી નથી કે અનારકલીને તમે હાઈ હીલ ફેટવેર સાથે જ પહેરો. તમે તેની સાથે  સ્નીકર્સ પણ પહેરી શકો છો. અને તેની સાથે ચુડીદાર જ પહેરવી એ પણ જરૂરી નથી. ઉનાળામાં તમે સફેદ રંગના સ્નીકર્સ પહેરો અને અનારકલીને વન પીસ ઈઝી-બ્રીઝી ડ્રેસ બનાવો. તેની સાથે મોટા ઈઅરીંગ પહેરી શકાય છે અને તમે વાળ ખુલ્લા પણ રાખી શકો છો.

ચેક અથવા પ્લેન

તમે અનારકલીને પ્લેન અને ચેક બંને કાપડમાં પહેરી શકો છો. જો ચેક પહેરી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખવુ કે ચેક વધુ ભારે ન હોય. તે એવા પ્રકારનું હોય કે કપડામાં બ્લેન્ડ થતા જોવા મળે છે. લાલ રંગના અનારકલી સાથે આ પ્રકારનો ચેક પેર્ટન સારી લાગશે.

(12:27 pm IST)