ઓએમજી..આ બુટની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ....
નવી દિલ્હી: પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટ(Kanye West)ના કાળા બૂટ 1.8 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર બૂટ(Sneakers Shoes) ની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. કાન્યેએ(Kanye West) ગ્રેમી એવોર્ડ્સમાં આ જૂતા પહેર્યા હતા.
પ્રખ્યાત રૈપર કાન્યે વેસ્ટ(Kanye West) તેના છૂટાછેડાને કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે. પરંતુ હવે તેના સ્નીકર શૂઝ(Sneakers Shoes)ને કારણે તે હેડલાઇન બન્યો છે. કાન્યે વેસ્ટનો જૂતા 1.8 મિલિયન ડોલરથી વધુ એટલે કે 13 કરોડ 41 લાખ રૂપિયામાં વેચાયા છે. કોઈપણ સ્નીકર જૂતાની વેચાણ કિંમત માટેનો આ એક નવો રેકોર્ડ છે. અહેવાલો અનુસાર, કાન્યેએ ગ્રેમી એવોર્ડ્સમાં આ નાઇકી એર યીઝી 1s જૂતા પહેર્યા હતા.
આ પહેલા, ઓગસ્ટ 2020 માં યોજાયેલી હરાજીમાં, નાઇક એર જોર્ડન 1s પગરખાંએ સૌથી વધુ ખર્ચાળ વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. જૂતાની હરાજી $ 6.15 લાખમાં થઈ હતી. પરંતુ કાન્યેના જૂતાની કિંમત લગભગ ત્રણ ગણા રૂપિયામાં હરાજી કરવામાં આવી છે, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે.