દેશ-વિદેશ
News of Wednesday, 28th April 2021

કોરોનાનું ટેસ્ટિંગ કરવા વૈજ્ઞાનિકોએ નવી ચિપ વિકસિત કરી

નવી દિલ્હી: કોરોના મહામારી મામલે એવી સ્થિતિ છે કે કોરોના તેનો સ્ટ્રેન (સ્વરૂપ) બદલી નાખે છે તેથી તેનો સામનો કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે વૈજ્ઞાનિકોએ એક એવી ચીપ વિકસીત કરી છે. જે આસાનીથી કોરોનાનો પતો લગાવશે. ચીપ શ્વાસ સબંધીત વાયરસનાં જીનોમ અનુક્રમણ પર આધારીત છે. જેને ન્યુ મેકસિકો વિશ્ર્વ વિદ્યાલયમાં કમ્પ્યુટેશનલ જીનોમિકસ એન્ડ ટેકનોલોજી (સીજીએટી) લેબોરેટરીનાં ડીરેકટર જેરેમી એડવર્ડસ અને પાલો અલ્ટા, કેલીફોર્નીયા અને વેસ્ટ વર્જીનીયા વિશ્ર્વ વિદ્યાલયમાં સેન્ટ્રલ ટેકનોલોજીસે મળીને તૈયાર કર્યું છે. સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એક ટાઈલ યુકત જીનોમ સારણી બનાવી છે. જે ઝડપથી સંક્રમિત જીનામને પુન: અનુક્રમણ (રી-સીકવેન્સીંગમા વિકસીત કરે છે. જે સાર્સ સીઓવી-2 પરીક્ષણ કરવામાં સફળ છે.વૈજ્ઞાનિકો 99.9 ટકાથી વધુ ચોકકસતા સાથે દરેક નમુનાનાં જીનોમનાં 95 ટકા અનુક્રમ કરવામાં સફળ રહેલા અથવા એમ કહી શકાય કે તેમણે કોરોનાના 99.9 ટકા સુધી ખરૂ પરીક્ષણ કરેલુ સંશોધન અમેરીકન સોસાયટીની પત્રીકા લેંગ મુઈરમાં પ્રકાશીત થયુ છે.

     ટેક્નીકથી કોરોનાના નવા વેરીએન્ટની હાજરીમાં બારામાં આસાનીથી અને ઝડપથી જાણકારી મળશે.યુએનએમના રસાયણ વિજ્ઞાન અને રાસાયણીક જીવ વિજ્ઞાન વિભાગમાં પ્રોફેસર એડવર્ડસે જણાવ્યું હતું કે નવી ટેકનીક કોરોના વાયરસ અને અન્ય શ્ર્વાસથી સંબંધીત વાઈરસોનાં ઝડપથી અને સચોટ પતો મેળવવામાં સક્ષમ છે. એડવર્ડએ જણાવ્યું હતુ કે ટેકનીકથી સુધારો સચોટતા અને સંવેદનશીલતા વધી છે.ચિપ ટેકનીક મોટા પ્રમાણમાં સંક્રમીત જીનોમ અને સંક્રમીત વેરીએન્ટની દેખરેખ માટે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધ ટેકનીક છે.

(5:33 pm IST)