દેશ-વિદેશ
News of Wednesday, 28th April 2021

દક્ષિણ ચીન સાગરમાં તાઇવાન બાદ હવે ફિલિપિસે ચીનને આંખ દેખાડી

નવી દિલ્હી: દક્ષિણ ચીન સાગરમાં ચીનને તાઇવાન બાદ હવે ફિલિપિસે પણ પોતાની આંખ બતાવી હોવાનું માલુમ પડી રહ્યું છે. ફિલીપિંસએ દક્ષિણ ચીન સાગરમાં તેમની વિવાદિત કિનારાના નજીકના વિસ્તારમાં સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. જેના પર ચીન પોતાનો દાવો કરે છે. તાઇવાન બાદ હવે ફિલીપીંસના પગલાંથી ચીન એકદમ ભડકી ગયું છે. સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફિલીપીંસ કોસ્ટ ગાર્ડ બ્યુરો ઓફ ફિશરીઝ તેમજ તેનાથી જોડાયેલ સંગઠનોએ દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે અને એક બયાનમાં પીસીજીએ જણાવ્યું છે કે અભ્યાસ માટે અહીંયા આંઠ જહાજ ગોઠવી દેવામાં આવ્યા છે. મુખ્ય  રૂપથી સૈન્ય અભ્યાસ બાજોડી માસીનલોક અને પૈગ આસા દ્વીપની નજીક થઇ રહ્યો છે. કહેવાય રહ્યું છે કે દ્વીપોને લઈને ચીનનો ફિલીપીંસ સાથે વિવાદ ચાલુ જસી હે.

(5:31 pm IST)