દેશ-વિદેશ
News of Saturday, 28th March 2020

કોરોનાના કારણોસર ચાઈનાને પડ્યો જબરો માર:ફરી એકવાર શરૂ કર્યું લોકોને છેતરવાનું

નવી દિલ્હી: કોરોનાના કારણે ચાઈનાને જબરો માર પડયો છે પણ આ દેશમાં ફરી એક વખત ફેકટરીઓ શરૂ થઈ છે અને તે વિશ્ર્વના દેશોને કોરોના સામે લડવાના મેડીકલ ઈકવીપમેન્ટ, માસ્ક વગેરેની સપ્લાય કરે છે. પરંતુ સ્પેન અને ક્રુઝ રિપબ્લીકે એવી ફરિયાદ કરી છે કે ચાઈનાની કંપનીઓ સબ સ્ટાન્ડર્ડ માલ ધબેડવા મંડી છે. સ્પેને ચાઈના પાસેથી કોરોનાના સંભવિત દર્દીને શોધવા જે કીટ મેળવી હતી તે ફકત 30 ટકા શંકાસ્પદને જ ઓળખી શકી અને બાકીના કેસો પાછળથી આવી જ ફરિયાદ જયોર્જીયા અને ક્રુઝ રીપબ્લીકે કરી છે.

(6:04 pm IST)