દેશ-વિદેશ
News of Saturday, 28th March 2020

હવે ક્ષણવારમાં કોરોનાના વાયરસને શોધી કાઢશે આ ડોગી

નવી દિલ્હી: આખી દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો ઉકેલ લાવવા માટે વૈજ્ઞાનિકોને એક નવી યુક્તિ સુઝી છે. વાસ્તવમાં આ મહામારીને મૂળમાંથી ખતમ કરવા માટે હવે કુતરાઓની મદદ લેવામાં આવશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છેકે, શ્વાનોમાં સુંઘવાની શક્તિ સૌથી તેજ હોય છે. તેઓ કોઈ પણ બિમારીને સુંઘીને શોધી શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન(LSHTM)એ બ્રિટનની એક અંગ્રેજી વેબસાઈટનાં માધ્યમથી જણાવ્યુ હતુકે, શ્વાનો મેલેરિયા જેવાં રોગોને સરળતાથી સુંઘીને ઓળખી શકે છે. એટલા માટે કોરોના વાયરસનો સામનો કરવા માટે તેમની મદદ લેવામાં આવશે.

LSHTMનાં અભ્યાસકર્તાઓનો દાવો છેકે, તેની સંભાવના ઘણી ઓછી છેકે, શ્વાનો કોરોના વાયરસને સુંઘીને તેની જાણકારી આપી શકે. તેને લઈને જલ્દીથી 6 સપ્તાહનો ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસની જાણ શ્વાનોને કરાવવા માટેની પહેલ લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિને બ્રિટનની એક સંસ્થા મેડિકલ ડિટેક્શન ડોગ્સની સાથે મળીને કરી છે. વૈજ્ઞાનિકો માને છેકે, દરેક બિમારીની તેની પોતાની અલગ ગંધ હોય છે. શ્વાનો ઉપર થયેલાં આવા ઘણાં પ્રયોગો પહેલાં સફળ થઈ ચૂક્યા છે. શ્વાનો માણસની ચામડીનાં તાપમાનનો બદલાવ પણ તરત લગાવી શકે છે.

(6:03 pm IST)