દેશ-વિદેશ
News of Saturday, 28th March 2020

કોરોનાના દર્દીએ શોપિંગ સેંટરમાં થુક્તાં થઇ શકે છે મૃત્યુની સજા

નવી દિલ્હી:કોરોના વાયરસની બચવા આખી દુનિયાની સરકાર તેમજ લોકો દરેક સંભવિત પ્રયત્નો કરી રહ્યા છે.એવામાં સાઉદી અરેબિયામાં એક ખુબજ શરમજનક ઘટના બની છે સાઉદી અરબમાં એક શોપિંગ સેંટરની  અંદર એક શખ્સે ટ્રોલી અને દરવાજા પર થુંકી દેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનું વર્તન કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરીને ધરપકડ કરી લેશે આ નાગરિક વિદેશી હોવાનું  માલુમ પડી રહ્યું છે. હજુ સુધી તેની જાણકારી ગુપ્ત રાખવામાં આવી છે.

(6:02 pm IST)