દેશ-વિદેશ
News of Thursday, 28th February 2019

યંગસ્ટર્સને ધર્મની વાતો સમજાવવા જપાનના મંદિરમાં ૬.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે રોબો-દેવતા મુકવામાં આવ્યો

જપાનના કયોટો શહેરમાં આવેલા ૪૦૦ વર્ષ જુના કોડાજી મંદિરમાં કેનન નામનો રોબો મુકવામાં આવ્યો છે.આ રોબો ટ્રેડિશનલ બોૈદ્ધિષ્ઠ સાધુ જેવું જ્ઞાન ધરાવે છે, જે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પોૈરાણિક ઉપદેશ આપવાનું કામ કરે છે. કેનનનું નિર્માણ ઝોન મંીદર અન ેઓસાકા યુનિવર્સિટીના સહયોગથી થયું છે. અ ેબનાવવાનો ખર્ચ સાત લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૬.૬૦ કરોડ રૂપિયા જેટલો થયો છે. કેનનનું માથું, ગળુ અને હાથ જ સ્કિન  જેવા સિલિકોન મટિરીયલમાંથી કવર  કરેલાં છે. બાકી એનો લુક એકદમ એન્ડ્રોઇડ  રોબો જેવો જ છે. આ એન્ડ્રોઇડ ને રોબો-દેવતાનું ઉપનામ અપાયું છેે, અને તાજેતરમાં જ આ દેવતાએ ૧૬૧૯માં સ્થપાયેલા  કયોટોના મંદિરમાં પહેલો ઉપદેશ પણ આપ્યો હતો. મંદિરના બોૈદ્ધ સાધુઓનું માનવું છે કે આ રોબો-દેવતા યંગસ્ટર્સને બોૈેદ્ધ ધર્મ તરફ આકર્ષવામાં કામીયાબ રહેશે. ૧.૯૫ મીટર  ઉંચો અને ૫૯  કિલો વજન ધરાવતા આ રોબોની ડાબી આંખમાં વિડીયો કેમેરા ઇન્સ્ટોલ કરેલો છે. એને કારણે તેની સામે જે લોકો જોઇ રહ્યા  છે એની સામે તે આંખમાં આંખ પરોવીને વાત કરતો હોય એ રીતે વર્તે છે.  રોબો-દેવતા  જેપનીઝ ભાષામાં ઉપદેશ આપે છે. પરંતુ  એનું અંગ્રેજી અને ચાઇનીઝ ભાષામાં ભાષાંતર સાંભળવું હોય તો એ પણ શકય છે. ઓસાકા યુનિવર્સિટીના રોબોટિકસના  પ્રોફેસર   હિરોશી ઇશીગુરોના નેતૃત્વમાં આ રોબો તૈયાર થયો છે.

(3:50 pm IST)