દેશ-વિદેશ
News of Thursday, 28th February 2019

ફ્રીઝમાં આવતી ગંધને આ ઉપાયોથી ભગાવો દૂર !

ફ્રીઝ બહુ કામની વસ્તુ છે. આમાં તમે શાકભાજી અને અન્ય વસ્તુઓ સુરક્ષિત અને ફ્રેશ રાખી શકો છો. જ્યારે ફ્રીઝ બંધ હોય અને તેમાં પડેલ વસ્તુઓ ખરાબ થઈ જાય ત્યારે વાસી  વસ્તુઓની ખુબ જ ખરાબ ગંધ આવતી હોય છે. જ્યારે આવું થાય ફ્રિઝની સાફ-સફાઈ કરવી ખુબ જ જરૂરી છે.

જ્યારે ફ્રિઝમાંથી બેડ સ્મેલ આવે ત્યારે તેને દુર કરવા માટે તમે અહિ દર્શાવેલ ટીપ્સનો ઉપયોગ કરી શકો છો.

 જ્યારે તમે કોઈ જગ્યાએ બહાર ગયા હોવ અને ફ્રીઝ ચાલુ રાખવાનું ભૂલી ગયા હોય ત્યારે તેમાં પડેલ ખાટુ દહિં અને દુધને કારણે ફ્રીઝમાં ખરાબ વાશ આવવા લાગે છે. આ ગંધ દુર કરવા માટે ફ્રીઝમાં એક વાટકી ખાવાનો ચૂનો ભરીને રાખો. આનાથી ફ્રિઝની ખરાબ ગંધ દુર થશે.

 જ્યારે ફ્રઝિમાં ગંધ આવે ત્યારે એક વાટકી ખાવાનો સોડા લઈ ફ્રીઝમાં મૂકી રાખવો.

 બચેલું ખાવાનું વધારે દિવસો સુધી ફ્રીઝમાં ન રાખવું. આ પણ ગંધ ઉતપ્ન કરે છે.

 

(10:32 am IST)