દેશ-વિદેશ
News of Thursday, 28th February 2019

જાણો, ઉપવાસનું મહત્વ-તેનાથી થતા લાજવાબ ફાયદા

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્વ છે. જોકે, દુનિયાના બધા જ દેશોમાં ઉપવાસનું મહત્વ હોય છે. સ્વાસ્થ્ય માટે આને સૌથી સારી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં શરીરમાંથી ઝેરી તત્વો કાઢવાની વાત કરવામાં આવી છે. પરમેશ્વરની આરાધના માટે કે ધાર્મિક આસ્થા માટે બધા ધર્મોમાં કોઈને કોઈ અલગ રૂપ ઉપવાસનું મહત્વ છે.

જ્યારે તમે બીમાર હોય છો ત્યારે ઉપવાસને સારો ઈલાજ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાથી પર ઉપવાસ શરીરને અસરકારક અમૃત માનવામાં આવે.

ઉપવાસના ફાયદાઓ પણ અગણિત છે. જો તમે માનો તો આનાથી કેન્સર સુધીની બીમારી પણ દુર થાય છે. કારણકે ઉપવાસ કરવાથી ટ્યુમરના ટુકડા થઈ જાય છે. જેટલો ઉપવાસ લાંબો હોય તેટલી જ શરીરમાં એનર્જી વધે છે. ઉપવાસ તમારા આત્મવિશ્વાસને એટલો બધો વધારે છે કે તમે તમારૂ શરીર, જીવન અને ક્ષુધા પર વધારે નિયંત્રણ હાંસિલ કરી શકો છો. ઉપવાસ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અને ત્રણે રૂપે મહત્વ ધરાવે છે.

ઉપવાસ કરવાથી ઘણા ફાયદાઓ પણ છે જેમકે માનસિક સ્પષ્ટતામાં વૃદ્ધિ થાય, વજનમાં ઘટાડો થાય, ઉર્જાનું સ્તર વધવાથી સંવેદી ક્ષમતામાં વૃદ્ધિ થાય, સેલ્યુલર બાયોકેમિસ્ટ્રીમાં સંતુલન જળવાય રહેપ ત્વચા સંવેદનશીલ નરમ, રેશમ જેવી બને અને પાચનતંત્ર સુધરે વગેરે જેવા ફાયદાઓ થાય છે.

(10:31 am IST)