દેશ-વિદેશ
News of Friday, 28th January 2022

કોરોના કાળમાં ક્રિસ્ટલ સહીત જેમસ્ટોનની જવેલરીના બિઝનેસમાં જોવા મળ્યો ઉછાળો

નવી દિલ્હી: ક્રિસ્ટલ (સ્ફટિક) અને જેમસ્ટોન (રત્નો) જ્વેલરી બિઝનેસમાં છેલ્લા દોઢ-બે વર્ષમાં લાલચોળ તેજી જોવા મળી છે. હું 18 વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું પણ આવું ક્યારેય નથી થયું. આમ કહેવું છે લોસ એન્જેલ્સનાં જ્વેલરી ડિઝાઇનર જેકી આઇશનું. તેમના જણાવ્યાનુસાર વર્ષ 2020ના પ્રથમ 6 મહિનામાં ક્રિસ્ટલ-જેમસ્ટોનની જ્વેલરીના વેચાણમાં બમણી વૃદ્ધિ થઇ, ડિમાન્ડ હજુ પણ છે. જેકી પાસે દોઢ લાખથી માંડીને 19 લાખ રૂ. સુધીના ક્રિસ્ટલ છે. એક્સપર્ટ્સનું માનવું છે કે દુનિયાભરમાં લોકો સારા આરોગ્ય માટે કાળજી લઇ રહ્યા છે, જે માટે ક્રિસ્ટલ, રૉક ક્રિસ્ટલની સાથોસાથ જેમસ્ટોન જ્વેલરી પર પણ લોકોનો ભરોસો વધ્યો છે. વિન્ટેજ-કન્ટેમ્પરરી જ્વેલરી માટે જાણીતી ફ્રેલ લીટન એન્ડ ક્વેટનાં ચીફ ક્રિએટિવ ઓફિસર રેબેકા સેલ્વા જણાવે છે કે, ચિંતાના સમયમાં આપણે જાણીતી ઉપચાર પદ્ધતિઓ અને હીલિંગ પાવર ભણી આશાભરી મીટ માંડીએ છીએ. સદીઓથી માન્યતા છે કે સ્ટોન્સમાં ઉપચાર અને હકારાત્મકતાના ગુણ છે. ઘણા જ્વેલરી ડિઝાઇનર્સ અને ઉત્પાદકોએ તેના ફાયદા જોયા પણ છે. ફિલિપ્સ ઓક્શન હાઉસનાં હેડ પાયને થોમિયર જણાવે છે કે રૉક ક્રિસ્ટલ જ્વેલરીનું ઉદાહરણ મેસોપોટેમિયાની સભ્યતામાં મળે છે. ક્રિસ્ટલ રક્ષા કરતા હોવાનું મનાય છે. માનસિકતાને કારણે પૂર્વ કોલંબિયન લોકો તેમનો ઉપયોગ કરતા હતા. માન્યતા હજુ પણ પ્રચલિત છે.

(6:35 pm IST)