દેશ-વિદેશ
News of Friday, 28th January 2022

કોરોના થઇ ગયા બાદ પણ ફરીથી થઇ શકે છે આ ખતરનાક અસર:અમેરિકામાં એક સંશોધન દરમ્યાન વાત આવી સામે

નવી દિલ્હી: અમેરિકાના સિએટલના રહેવાસી જોન જિલોટને માર્ચ, 2020માં કોરોના થયો હતો. તબિયત હદે બગડી કે ઘણા દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા. હવે તેમને લોન્ગ કોવિડની તકલીફ થઇ રહી છે. એકલા જોન લોન્ગ કોવિડથી પીડિત નથી. નોંધનીય છે કે કોરોના મટી ગયા પછી પણ લાંબા સમય સુધી તેની અસર શરીરના અન્ય ભાગોમાં અનુભવાય છે, જેને લોન્ગ કોવિડ કહે છે. તેની અસર જાણવા સંશોધકોએ સ્વસ્થ થઇ ચૂકેલા 200 લોકો પર 3 મહિના સુધી નજર રાખી. તેમણે લોન્ગ કોવિડ માટે 4 પરિબળોની ઓળખ કરી છે, જે કોરોના સંક્રમિત વ્યક્તિમાં થોડાં અઠવાડિયાં બાદ સ્થાયી લક્ષણ હોવાનું વધતું જોખમ દર્શાવે છે. પરિબળોમાં પહેલું છે- સંક્રમણની શરૂઆતમાં કોરોના વાઇરસ RNAનું સ્તર, જે વાઇરલ લોડનું સૂચક છે. બીજું- વિશેષ એન્ટિબૉડીની ઉપસ્થિતિ, જે એન્ટિબાૅડીસ ભૂલથી શરીરના ટિશ્યૂ પર હુમલા કરે છે. ત્રીજું- ઇપસ્ટિન-બાર વાઇરસનું નિષ્ક્રિય થવું. વાઇરસ મોટા ભાગના લોકોને સંક્રમિત કરે છે. ચોથું પરિબળ ટાઇપ-2 ડાયાબિટીસ છે. સંશોધકોએ કહ્યું કે અભ્યાસોથી માલૂમ પડ્યું કે ડાયાબિટીસ લોન્ગ કોવિડનું જોખમ વધારતી ઘણી મેડિકલ કન્ડિશન્સ પૈકી એક છે.

(6:34 pm IST)