દેશ-વિદેશ
News of Friday, 28th January 2022

આ સેન્ડવિચ-શૂઝની કિંમત છે ૮૫૦૦ રૂપિયા

નવી દિલ્હી, તા.૨૮: સેન્ડવિચથી ઇન્સ્પાયર શૂઝની પેરથી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે એને પસંદ કરવાં કે ધિક્કારવાં. 'ડેલી સેન્ડવિચ પ્લેટફોર્મ સ્નિકર્સ' સેન્ડવિચ જેવાં જ દેખાય છે, જેમાં બીજ બન એરિયા, ૩ડી વીગન લેધર સલમી, લેકટસ, ચીઝ અને અન્યન ફીલિંગ છે. ડોલ્સ કિલ વેબસાઇટ પર ૮૫ પાઉન્ડ (૮૫૦૦ રૂપિયા)ની કિંમતનાં આ શૂઝ અવેલેબલ છે.

કેટલાક લોકો સ્નિકર્સને અત્યારની ફેશન એકસસરીઝ ગણાવી રહ્યા છે ત્યારે બીજા કેટલાક લોકો કહે છે કે મોટા ભાગના કલોથ્સની સાથે આ શૂઝ મેચ નહીં થાય

(3:14 pm IST)