દેશ-વિદેશ
News of Thursday, 28th January 2021

શિકાગોમાં ઘરમાં આગ ભભૂકવાના કારણોસર માં સહીત ચાર માસુમ બાળકોના મોતથી અરેરાટી

નવી દિલ્હી:શિકાગોના ઉપનગર ડેસ પ્લેન્સમાં ઘરમાં આગ ભભૂકવાના કારણોસર એક મહિલા સહીત ચાર અન્ય માસુમ બાળકોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યુ છે.શહેરના અગ્નિશમન વિભાગના પ્રમુખદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવ રહ્યું છે કે બે માળની બિલ્ડિંગમાં આગ લાગવાના કારણોસર 25 વર્ષીય મહિલા સીટાલી  જામીયોદો અને તેની ચાર નાની નાની બાળકીઓ મોતને ભેટી હતી સૌથી હોતી બાળકીની વય 6 વર્ષની માલુમ પડી રહી છે.તેમજ સૌથી નાની બાળકી એક વર્ષની છે. આ બાળકીઓના પિતા ઘટનાસ્થળ પર નહોતા.ઘટનાસ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે આ ખુબજ દુઃખ ભરી ઘટના છે. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું નથી.

(5:23 pm IST)