દેશ-વિદેશ
News of Wednesday, 27th November 2019

બલુચિસ્તાનમાં બસ ખાડીમાં ખાબકતા 9 પાકિસ્તાની નેવી સૈનિકોના મૃત્યુ: 29થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દક્ષિણ બલુચિસ્તાન પ્રાંતમાં મંગળવારના રોજ એક બસ ખાડીમાં પડી જવાની ઘટનામાં તેમાં સવાર પાકિસ્તાની નૌસેનાના ઓછામાં ઓછા  9 સુરક્ષાકર્મીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ 29 જેટલા શખ્સોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બસ ગ્વાદર જિલ્લાના ઓરમારા  વિસ્તારથી કરાચી  જઈ રહી હતી અને સૈનિકો પોતાની રજાઓમાં ઘરે જઈ રહ્યા હતા. દુર્ઘટના  બ્રેક ફેઈલ થઇ હોવાના કારણોસર સર્જાઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:49 pm IST)