દેશ-વિદેશ
News of Saturday, 27th October 2018

અમેરિકાના પિટસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ:ચારના લોકોના મોત:લોકોને ઘરમાં રહેવા ટ્રમ્પની સલાહ

અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે અમેરિકાના પિટસબર્ગમાં હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરી આતંક મચાવ્યો છે

મળતી વિગત મુજબ અમેરિકાના પિટસબર્ગમાં શનિવારે સિનેગોગ પાસે એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું  ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ ,મળે છે

 સિનેગોગ યહૂદી લોકોનું પવિત્ર સ્થળ હોય છે. પોલીસ દ્વારા માહિતી અનુસાર, ફાયરિંગ બાદ આરોપીએ સરેન્ડર કરી દીધુ છે.

   આ પહેલા પિટસબર્ગ પબ્લિક સેફ્ટી તરફથી કરાયેલ  ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, એલર્ટ, વિલકિંસ અને શેડી વિસ્તારમાં એક એક્ટિવ શૂટર છે. લોકો આ વિસ્તારમાં ન જાય.

   અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, સ્કીરિલ હિલ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ રહે, હુમલામાં કેટલાક લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. લોકો સક્રિય શૂટરથી સાવધાન રહે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ આવી જ રીતે અમેરિકાના કેંટકીમાં લુઈસવિલ સ્થિત ક્રોગર ગ્રોસરી સ્ટોરમાં ફાયરીંગની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ સિવાય કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા

(10:18 pm IST)