દેશ-વિદેશ
News of Tuesday, 27th September 2022

અમેરિકામાં આ શખ્સ ઘર છોડીને કારમાં રહેવા માટે મજબુર બન્યો

નવી દિલ્હી: અમેરિકામાં ઘરનું ભાડું દિવસે ને દિવસે વધી રહ્યું છે. લોકો પોતાના ઘર છોડીને કારમાં રહેવા મજબૂર બન્યા છે. નાહવા માટે જિમ જવાનું શરૂ કર્યું છે. ઇન્ટરનેટનો ખર્ચ બચાવવા માટે વાઇફાઇ માટે લાઇબ્રેરીમાં જાય છે. ગત વર્ષનું ઘરનું ભાડું 24%થી વધીને 28% થઈ ગયું છે. કેલિફોર્નિયાના એરિક હેન્સલીએ ભાસ્કરને જણાવ્યું હતું કે સરકારથી સામાજિક સુરક્ષા હેઠળ દર મહિને 1200 ડોલર (96,000 રૂપિયા) મળે છે. સરેરાશ રહેણાક વિસ્તારમાં સૌથી સસ્તું ભાડાનું ઘર 1500 ડોલર (1,20,000 રૂપિયા) સુધી મળે છે. તેથી લોકો પોતાની કારમાં જ રહેવા લાગ્યા છે. જિમમાં દર મહિને 40-50 ડોલર આપીનેનાહવાની વ્યવસ્થા કરે છે. લાઇબ્રેરીની મેમ્બરશિપનો ખર્ચ મફત વાઇફાઇ ઉપલબ્ધ કરાવે છે. માત્ર ભોજનનો ખર્ચ થાય છે, એને ઘટાડવા માટે લોકો ઉપવાસ કરી રહ્યા છે, કારણ કે એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એરિક નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે બોસ્ટનના પરંપરાગત ઉચ્ચ વર્ગના લોકો જે હાર્વર્ડ જેવી યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, તેઓને બોસ્ટન એલિટના નામથી બોલાવવામાં આવે છે. એ જ રીતે જેમની પાસે સૂવા માટે પોતાની કાર છે તેઓને બેઘર એલિટ કહેવામાં આવે છે. એરિક 2009 સુધી સેન ફ્રાન્સિસ્કોમાં એક નાનકડા ઘરમાં રહેતો હતો.

 

(6:41 pm IST)