દેશ-વિદેશ
News of Monday, 27th September 2021

તાલિબાનના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી:દવાની અછત

નવી દિલ્હી: તાલિબાન સાશનમાં રાજધાની કાબુલમાં મોંઘવારીએ માજા મુકી છે. આ સિવાય જરૂરી ચીજવસ્તુઓની અછત અને રોકડ ઉપાડવા પરના પ્રતિબંધથી લોકોની સમસ્યાઓ વધુ વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારીનું કારણ એ છે કે મોટાભાગનો માલ પાકિસ્તાન અને ઈરાનથી આવે છે. બોર્ડર પર પ્રતિબંધને કારણે આયાતમાં સમસ્યાઓ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કાબુલમાં લોટના ભાવમાં 30 ટકા વધારો અને શાકભાજી 50 ટકાથી વધુ મોંઘા થઈ ગયા છે. લોકો કહે છે કે તમામ સામાન ઉપલબ્ધ નથી. જયારે દવાઓની અછત પણ વધી રહી છે. બળતણના ભાવ પણ આગમાં છે. અહી ડ્રાઈવરોનું કહેવું છે કે ગૈસોલીનની કિંમત 20થી40 ટકા વધુ થઈ છે. અત્યારે જે કેબ અને બસ ચલાવે છે તેની કમાણી થઈ રહી છે. અહી બજારોમાં દુકાનો તો ખુલી ગઈ છે પરંતુ મોંઘવારીનાં કારણે લોકો ખરીદી કરી રહ્યા નથી.

(6:52 pm IST)