દેશ-વિદેશ
News of Monday, 27th September 2021

અશ્‍લીલ ફિલ્‍મોની એક્‍ટ્રેસે બનાવ્‍યો રેકોર્ડઃ એક દિવસમાં ૩૦૦ પુરૂષો સાથે સંબંધ બનાવીને કહ્યું-કોઇ શરમ નથી

જૈસ્‍મીનનું કહેવુ છે કે પોતાના કામને લઇને એને કોઇ પસ્‍તાવો કે કોઇ શરમ નથીઃ એ પોતે એને કોઇ વિચિત્ર રેકોર્ડ નથી માનતી : ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકા દરમિયાન એડલ્‍ટ ફિલ્‍મોમાં કામ કરતી હતી જૈસ્‍મીન

વોશિંગટન,તા.૨૭: એડલ્‍ટ ફિલ્‍મોમાં કામ કરતાં કલાકારોને લોકો સમાજથી અલગ માનતા હોય છે અને દ્યણીવાર તેમની સાથે એક અંતર પણ જાળવી રાખે છે. પરંતુ પોર્નસ્‍ટાર આને માત્ર પોતાનું પ્રોફેશન જ માની અંગત જીવન પર એની કોઇ અસર પડવા દેતા નથી. આવી જ એક એક્‍ટ્રેસ મોડલ છે જૈસ્‍મીન સેંટ ક્‍લેયર જે હવે એડલ્‍ટ ફિલ્‍મોને અલવિદા કહી ચૂકી છે. પોતાનો અનુભવ શેર કરતાં તેણે કહ્યું કે એ સમયે એડલ્‍ટ ફિલ્‍મોમાં કામ કરતી વખતે તેણે વિચિત્ર રેકોર્ડ બનાવ્‍યો હતો.
જૈસ્‍મીને એક દિવસમાં સૌથી વધુ પુરુષો સાથે સંબંધ બનાવવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. એડલ્‍ટ ફિલ્‍મોના શૂટિંગ દરમિયાન એક્‍ટ્રેસે એક દિવસમાં ૩૦૦ પુરુષો સાથે સંબંધ બનાવી એક વિચિત્ર રેકોર્ડ બનાવ્‍યો હતો. તે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકા દરમિયાન એડલ્‍ટ ફિલ્‍મોમાં કામ કરતી હતી. આ દરમિયાન એણે અનેક ફિલ્‍મોમાં કામ કર્યું છે. જોકે એક્‍ટ્રેસે હાલમાં જ એક પોડકાસ્‍ટમાં પોતાના આ વિચિત્ર રેકોર્ડ વિશે ખુલાસો કર્યો હતો.
જૈસ્‍મીનનું કહેવુ છે કે પોતાના કામને લઇને એને કોઇ પસ્‍તાવો કે કોઇ શરમ નથી. એ પોતે એને કોઇ વિચિત્ર રેકોર્ડ નથી માનતી. કામનો એ દિવસ એના માટે સૌથી વ્‍યસ્‍ત દિવસ હતો. જયારે એ સતત ૧૦ કલાક કામ કરીને ઘરે પરત ફરી હતી. જૈસ્‍મીન પોતાના એડલ્‍ટ ફિલ્‍મોના કેરિયરને અલવિદા કહી ચૂકી છે અને હાલમાં એક પ્રોફેશનલ રેસ્‍લિંગમાં કારકિર્દી બનાવી રહી છે.
આ માટે જૈસ્‍મીને તાલીમ પણ લીધી છે. આ દરમિયાન જૈસ્‍મીન એક્‍સ્‍ટ્રીમ ચેમ્‍પિયનશીપમાં જોવા મળી હતી. એક્‍ટ્રેસ હવે એડલ્‍ટ ફિલ્‍મોમાં પરત જવા માંગતી નથી.

 

(10:16 am IST)