દેશ-વિદેશ
News of Tuesday, 27th August 2019

ઇરાકમાં રક્ષક દળ તેમજ ગોળા-બારૂદના ગોડાઉન પર હુમલો નથી કર્યો : અમેરિકા

નવી દિલ્હી: અમેરિકાના રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકી સૈનિકોએ ઇરાકમાં રક્ષક દળ અને ગોળા બારૂદન ગોડાઉનને નિશાન બનાવીને હુમલો નથી કર્યો. અમેરિકાના રક્ષા વિભાગના પ્રમુખ પ્રવક્તા જોનાથન હાફમૈને સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી સેનાએ હાલમાં ઇરાકમાં દળો અને ગોળા બારૂદના ગોડાઉનને લક્ષ્ય બનાવીને હુમલો નથી કર્યો. ખબર સાવ ખોટી છે. અને મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(1:37 pm IST)