News of Monday, 27th August 2018
પત્નીની અંતિમ ઈચ્છા પુરી કરવા પતિએ કર્યું કંઈક આવું
નવી દિલ્હી: ફિલોમા આપણે જોતા જ આવીએ છીએ કે વિલેન હીરોને કહેતા હોય છે તારી અંતિમ ઈચ્છા શું છે એટલે કે અંતિમ ઈચ્છાને તો દુશ્મન પણ પુરી કરી દે છે તો એક પતિ પોતાની પત્નીની અંતિમ ઈચ્છાને કેમ પુરી નકરે ઓસ્ટ્રેલિયાના એક શખ્સે પોતાની બીમાર પત્ની હોસ્પિટલમાં હતી અને તે પોતાના ફિમેલ ડોગને મળવા ઇચ્છતી હતી હોસ્પિટલમાં પાલતુ જાનવરોને લઇ જવા માટે પાબંધી હોવાના કારણે તેમના પતિએ એક સૂટકેસમાં આ ડોગીને નાખીસે હોસ્પિટલ પોતાની પત્ની પાસે લઇ ગયો હતો કારણ કે તેમની પત્ની લાંબા સમયથી બીમાર હતી અને તે એને એક વાર જોવા માંગતી હતી તો તેમના પતિએ હોસ્પિટલમાં હોવા છતાં પણ પત્નીની આ ઈચ્છા પૂર્ણ કરી હતી.
(6:25 pm IST)