દેશ-વિદેશ
News of Tuesday, 27th July 2021

શ્રીલંકાના વેલીગામાં સિટીમાં આવેલ આ હવેલીમાં એક રાત રહેવા માટેની કિંમત છે 1 લાખ રૂપિયા

નવી દિલ્હી: તમે ક્યારેય વિચાર્યું છે કે 100 વર્ષ જૂની હવેલીમાં 1 રાતના રોકાણ માટે 1 લાખ રૂપિયા ખર્ચ કરી શકે !! જો કે આવું બની રહ્યું છે અને લોકો એક લાખ રૂપિયા ભાડુ ચૂકવી રહ્યા છે. શ્રીલંકાના વેલીગામા સિટીમાં આવેલી હલાલા કાંડા નામની હવેલી હવે એક લક્ઝુરિયસ બંગલો બની ગઈ છે, જ્યાં લોકોને જવાનું પસંદ છે.

શ્રીલંકાના વેલીગામા સિટી નજીક ચાર મિત્રોએ 100 વર્ષ જૂની ખંડેર હવેલી ખરીદી અને પરિવર્તિત કરી અને આજે તેઓ તેને રાત્રિના 1 લાખ રૂપિયા ભાડે આપે છે. બરબાદ થઈ ગયેલી હલાલા કાંડા હવેલી નજર પ્રથમ વખત ઈન્ટિરિયર ડિઝાઇનર ડીન શાર્પની નજરે પડી હતી, જેમણે 3 અન્ય મિત્રો સાથે મળીને હવેલી ખરીદી અને નવીનીકરણ કર્યું હતું. નવીનીકરણ પહેલાં હવેલીની હાલત ખૂબ જર્જરિત હતી, પરંતુ હવે તે એક વૈભવી બંગલો બની ગયો છે. શ્રીલંકાની ન્યૂઝ વેબસાઇટ ડેલી ન્યૂઝના અહેવાલ મુજબ હલાલા કાંડા નામની હવેલીનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે અને તે 1912 માં એક શ્રીમંત માલિકના પુત્ર દ્વારા તેની દુલ્હનને આકર્ષવા માટે બનાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો તેને ફાયરફ્લાય હિલ તરીકે ઓળખે છે અને તેના ભવ્ય દિવસોમાં હલાલા કાંડાએ ઇથોપિયન સમ્રાટ હેલે સેલાસી અને સુપ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કીથ મિલર જેવા મહેમાનોનું આયોજન કર્યું હતું.

(5:48 pm IST)